જમ્મુ કાશ્મીરઃ કેન્દ્રીય રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીને જાહેર ઇન્ટરફેસ કાર્યક્રમના ભાગ રૂપે જમ્મુ કાશ્મીરના ગાંદેરબલની મુલાકાત કરી હતી. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, વિકાસ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિથી ટુંક સમયમાં જમ્મુ કાશ્મીરના લોકોની કિસ્મત બદલી જશે.
લોકોને સંબોધન કરતાં ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે, વડાપ્રધાન તમારા લોકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે, તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે, દરેક ગામમાં પહોંચી લોકોની સમસ્યાઓ સાંભળો અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવો.
કિશન રેડ્ડી જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી સંપર્ક કાર્યક્રમ ચાલુ છે. આ કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરના લોકોનો સંપર્ક કર્યો અને લોકોને સરકારની વિકાસ યોજનાઓ વિશે માહિતગાર કર્યા.
ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવ્યા પછી, 36 કેન્દ્રીય પ્રધાનો પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસ ગત 18 જાન્યુઆરીથી શરૂ થયો હતો, જે 24 જાન્યુઆરી સુધી ચાલશે. જમ્મુમાં 51 સ્થળો ઉપરાંત 36 કેન્દ્રીય પ્રધાનો કાશ્મીરમાં આઠ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.