રાજસ્થાનઃ કેન્દ્રીય જળ ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત રવિવાર મોડી સાંજે સુજાનગઢના સાલાસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. બાલાજી મંદિરમાં કેન્દ્રીય પ્રધાને દેશની સમૃદ્ધિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી, નાળિયેર બાંધ્યું હતું. ભાજપના કાર્યકરોએ કેન્દ્રીય પ્રધાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓ સાથે બાલાજી મંદિર સુધી શોભાયાત્રા કાઢી હતી.
પાકિસ્તાન જતા ભારતીય નદીઓના પાણીએ તેમણે કહ્યું કે, પ્રાથમિક તબક્કે નદીઓમાં ડેમ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ભારતના હિસ્સોનું પાણી, જે હરિયાણા, રાજસ્થાન અને પંજાબને પૂરું પાડવું જોઈએ, તે ભારતમાં જ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા વખતે સિંધુ પાક સંધિ થઈ હતી. જે અંતર્ગત ત્રણ નદીઓ સિંધુ, ચેનાબ અને જેલમનું નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. પરંતુ 1965, 1971 અને કારગિલ યુદ્ધ થવા છતાં, ભારતે હંમેશાં આ સંધિનો આદર કર્યો છે. જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ અધિકારને કારણે આ સંધિમાં બદલાવ કરવામાં આવતો ન હતો, કારણ કે જમ્મુ-કાશ્મીરના શાસકો ઇચ્છતા ન હતા કે, પાકિસ્તાનના હિતોને દાવ પર લગાવવામાં આવે. કલમ 37૦ હટાવી વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે કે, આતંકવાદનું લોહી અને દેશની નદીઓનું પાણી એક સાથે વહી શકે નહીં.
CAA અને NRC સામેના વિરોધ પર કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, જેઓ પાયાવિહિન તથ્યોના આધારે, ધર્મના આધારે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશને નબળો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા લોકોને બાલાજી સદબુદ્ધિ આપે.