તમને જણાવી દઇએ કે, આ બંન્ને બંગાળી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રીઓ છે. નુસરત જહાંના તાજેતરમાં જ લગ્ન થયા છે માટે તે લોકસભાના પહેલા અને બીજા દિવસે શપથ લઇ શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, મીમી પણ નુસરતના લગ્નમાં વ્યસ્ત હતા માટે તેમણે પણ શપથ લીધા ન હતા. લોકસભા સદનની કાર્યવાહીનો આરંભ મંગળવારે થયો હોવાથી નુસરત જહાં અને મીમી ચક્રવર્તીએ શપથ લીધા હતા.
નુસરત જહાંએ પશ્ચિમ બંગાળના બસીરહાટ અને મીમી ચક્રવર્તીએ જાધવપુર લોકસભા સીટ પરથી જીત મેળવી હતી.