ETV Bharat / bharat

પીએમ કેયર્સ ફંડ : સંરક્ષણ મંત્રાલયના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર આપશે દાનમાં - narendra modi news

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. આ પછી દેશભરમાંથી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં સંરક્ષણ મંત્રાલયના તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર દાનમાં લેવાનો નિર્ણય કર્યો છે.

COVID-19 fund
COVID-19 fund
author img

By

Published : Mar 29, 2020, 7:00 PM IST

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડ નામના ટ્રસ્ટની રચના કરવાની ઘોષણા કરી હતી. આ પછી દેશભરમાંથી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ શ્રેણીમાં સંરક્ષણ મંત્રાલયના તમામ કર્મચારીઓએ પણ એક દિવસનો વેતન આપવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને આ સમગ્ર માહિતી આપી હતી.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તમામ કર્મચારીઓનો પગાર એક દિવસમાં આશરે 500 કરોડ રૂપિયા હશે. આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ પીએમ કેયર્સ ફંડમાં એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે. રાજનાથસિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પીએમ મોદીની અપીલ પર અર્ધલશ્કરી દળના તમામ કર્મચારીઓએ તેમનો એક દિવસનો પગાર (લગભગ 116 કરોડ રૂપિયા) પીએમ કેયર્સ ફંડમાં આપ્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહે આ માટે અર્ધલશ્કરી દળોના તમામ સ્ટાફ પ્રત્યે કૃતગ્ના વ્યક્ત કરી છે . આ દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળને એક મહિનાનો પગાર આપ્યો છે.

બીજી તરફ રેલવે પ્રધાન પીયુષ ગોયલે 131 કર્મચારીઓના એક દિવસના પગાર સહિત વડા પ્રધાન રાહત ભંડોળમાં 151 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પીએમ કેયર્સ ફંડમાં એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે.

પીએમ કેયર્સ ફંડ શું છે

આ ભંડોળ મુખ્યત્વે કોરોના વાઇરસથી સર્જાયેલી પરિસ્થિતિમાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ ભંડોળનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિઓમાં લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે. જેના અધ્યક્ષ ખુદ પીએમ મોદી છે. તેનો એકાઉન્ટ નંબર 2121PM20202 છે, જ્યારે આઈએફએસ કોડ SBIN0000691 છે. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, યુપીઆઈ, આરટીજીએસ અને એનઇએફટી દ્વારા પૈસા જમા કરાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.