પોમ્પિઓની આ યાત્રા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે જી-20 શિખર સંમ્મેલનથી અગલ થનારી બેઠક પહેલા યોજાઈ છે. જી-20 શિખર સંમ્મેલન 28-29 ડજૂને જાપનના ઓસાકામાં થશે. પોમ્પિઓ જયશંકરની સાથે બેઠક ઉપરાંત ભારતીય વિદેશપ્રધાન દ્વારા આયોજીત ભાજન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
વિદેશ વિભાગના એક આધારભૂત દસ્તાવેજમાં કહ્યું છે કે અમેરિકા અને ભારત સ્વાભાવિક સંતુલનના ભાગીદાર છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભાગીદારીને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
પોમ્પિઓ ત્રણ દિવસ ભારતના પ્રવાસે છે. પોમ્પિઓના ભારત પહોંચ્યાના ગણતરીના કલાકો બાદ આ દસ્તાવેજમાં કહ્યું છે કે 'તાજેતરમાં થયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જંગી બહુમત આ દ્રષ્ટિકોને હકીકતમાં બદલવાનો ઉત્તમ પ્રસંગ આપ્યો છે.'
માઈક પોમ્પિયોનો ભારતમાં આ પહેલો પ્રવાસ છે. જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વચ્ચેના અનેક મુદ્દા પર વાતચીત કરાઈ હતી.
ઉપરાંત અમેરીકી વિદેશપ્રધાને ભારતીય NSA ચીફ અજીત ડોભાલ સાથે પણ મહત્વની બેઠક કરી છે.
આ મુલાકાતમાં ભારત અમેરિકાને આતંકવાદ, ઈરાન અને એન્ટિ-મિસાઇલ સિસ્ટમ એસ -400 વિશે તેમનો અભિપ્રાય જણાવશે.