ઝારખંડઃ જમશેદપુરની લોયલા સ્કૂલમાં કામદારોની તબીબી તપાસ કરવામાં આવી હતી. ગુરુવારે તેઓ રાજસ્થાન જવા રવાના થશે. પહેલા તેમને બસ દ્વારા રાંચી મોકલવામાં આવશે, જ્યાંથી તેઓ ટ્રેનમાં રાજસ્થાન જશે.

સોશ્યિલ ડિસ્ટન્સના નિયમોનું વિશેષ ધ્યાન રાખીને લોયલા સ્કૂલમાં તમામ લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી. રાંચી જઇ રહેલી તમામ બસોની સ્વચ્છતા બાદ જ તેમાં કામદારો બેસશે. પોલીસ કર્મચારીઓની દેખરેખ હેઠળ તમામને રાંચી લઈ જવામાં આવનાર છે. ટાટાનગર સ્ટેશન પર ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં બે વ્યક્તિ ટાટાનગર સ્ટેશન પહોંચ્યા હતા. જેમને તબીબી તપાસ બાદ ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે.
