રાયપુર: લોકડાઉનના કારણે મજૂરો સતત પોતાના રાજ્યમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. 23 મે સુધી સરકારના આંકડા કહે છે કે રાજ્યમાં એક લાખ 53 હજારથી વધુ મજૂરો સુરક્ષિત રીતે પરત ફર્યા છે, પરંતુ ઘરે પરત ફર્યા પછી, તેઓ કેટલા કાર્યક્ષમ છે તેનો ડેટા કોઈની પાસે નથી.
આંકડા કહે છે કે, 2 લાખ 72 હજાર 152 કામદારોએ રજીસ્ટ્રિરેશન કરાવ્યું છે અને છત્તીસગઢ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફસાયેલા 13 હજાર 237 કામદારોને તેમના રાજ્યમાં સુરક્ષિત રીતે મોકલી દેવાયા છે. પરંતુ ક્વોરેન્ટાઇન સેન્ટરના ફોટોગ્રાફ્સ અને સમાચારોએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ક્વોરેન્ટાઇન સેન્ટરોથી અવ્યવસ્થાના સમાચાર છે. આ અવ્યવસ્થાના કારણે કેટલાક મજૂરોના મોત થયા છે.
- 14 મેના રોજ, રાયગઢના સારનગઢના અમલીપાલીમાં ક્યુરેન્ટાઇનમાં રહેતા એક યુવકે આત્મહત્યા કરી હતી. તેલંગણાથી પરત આવ્યા બાદ યુવકે પોતાને ફાંસી લગાવી હતી.
- બાલોદ જિલ્લાના ક્યુરેન્ટાઇન સેન્ટરમાં ત્રણ મોત થયા હતા. 20 વર્ષીય મહિલાનું ક્વોરેન્ટાઇન સેંટરમાં તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું. તેને પચેરા ગામમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવી હતી.
- 19 મેના રોજ બાલોડના અર્જુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પારસવાણી ગામમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 27 વર્ષીય વ્યક્તિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતક 18 મેના રોજ સુરતથી પોતાના ગામ પારસવાણી પરત આવ્યો હતો.
- 21 મેના રોજ, જાંજગીર-ચંપા જિલ્લાના મુલમુલામાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મજૂરનું મોત થયું હતું.
- 28 મેંના રોજ બાલોદમાં 4 મહીનાના બાળકનું જિલ્લા હોસ્પિટલમાં મોત થયું હતું. બુધવારે કોરોન્ટાઇન સેન્ટરમાં રિફર કરવામાં આવ્યું હતું.
27 મે બુધવારે રાયપુરમાં સ્થળાંતર મજૂરનું મોત નીપજ્યું હતું. મજૂર પશ્ચિમ બંગાળનો હતો. કામદારના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. આ સાથે મૃતક મજૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તે લિફ્ટ લઈને મુંબઇથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો.