ચેન્નઈ: મક્કલ નિધિ મૈયમના (MNM) વડા કમલ હાસનએ મંગળવારે મુંબઇમાં સ્થળાંતર કામદારોના મુદ્દે સરકારે આપનાવેલા આકરા વલણ અંગે કહ્યું હતું કે, આ સંકટ એક "ટાઇમ બોમ્બ" છે.
કોરોના વાઈરસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન વધારવાની ફરજ પડી છે. જેના લીધે પરપ્રાંતિય મજૂરો પોતાના ઘરે વતન પરત જવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશન ભેગા થયા હતા. જેમને અટકાવવા માટે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાને લઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મક્કલ નિધિ મૈયમના (MNM) વડા કમલ હાસને પણ આ ઘટનાને લઈ સરકારની ઝાટકણી કાઢી હતી.
હાસન, અગાઉ પણ આવા સ્થળાંતર કામદારોની સમસ્યાઓના નિવારણની જરૂરિયાત અંગે ટિપ્પણી કરી હતી કે, કેન્દ્રએ "બાલ્કની સરકાર" ન રહેવું જોઈએ. બાલ્કનીની સરકારે જમીન પર પણ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવી જ જોઇએ," આ કોમેન્ટ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી હતી.
નોંધનીય છે કે, મુંબઇના પરા બાંદ્રામાં મેળાવડાને કારણે લોકડાઉનના ધોરણોનું ઉલ્લંઘન થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી અને પોલીસે ભીડને વેરવિખેર કરવા માટે હળવા બળનો સહારો લીધો હતો.