ETV Bharat / bharat

મુંબઈ: પરપ્રાંતિય મજૂરો માટે વિરોધ પ્રદર્શનની ધમકી આપનારાની ધરપકડ કરાઈ

વિનય દૂબે પર આરોપ છે કે, 18 એપ્રિલે પરપ્રાંતિય મજૂરો તરફથી તેમણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી વિનય દૂબેને મુંબઈ પોલીસ દ્વારા મોડી રાત્રે બાન્દ્રા સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

Migrant workers
Migrant workers
author img

By

Published : Apr 15, 2020, 11:00 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન વિરોઘ-પ્રદર્શનની ધમકી આપવા બદલ આરોપી વિનય દૂબેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ IPC કલમ 117, 153 એ, 188, 269, 270, 505(2) અને એક્ટ હેઠળ 3 કેસ દાખલ કર્યા છે. જેના પગલે આજે વિનય દૂબેને સ્થાનિક અદાલમાં હાજર કરવામાં આવશે.

વિનય દૂબે પર પરપ્રાંતિય મજૂરો વતી મુંબઈના કુર્લા વિસ્તારમાં 18 એપ્રિલે દેશવ્યાપી વિરોધની ધમકી આપવાનો આરોપ છે. આ ધમકી બાદ આરોપી વિનય દુબેને મોડી રાત્રે મુંબઇ પોલીસે બાંદ્રા સ્ટેશન લઈ ગયા હતો.

દુબે પર તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ દ્વારા પરપ્રાંતિયોને ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોરોના વાઈસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન નિયમોની અવગણના કરતાં મંગળવારે 1000 થી વધુ પરપ્રાંતિય મજૂર અહીં રસ્તા પર એકઠા થયા હતા. તેમણે માગ કરી હતી કે તેમને તેમના મૂળ સ્થળોએ જવું જોઇએ.

ગત રોજ વડાપ્રધાન મોદીએ લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ પરપ્રાંતિય મજૂરો રસ્તા પર એકઠાં થઈ ગયા હતા.

મુંબઈના બાંદ્રા ઉપનગરીય વિસ્તારમાં કામદારો ભેગા થતાં પોલીસ દળ માટે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિ ઉભી થઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરપ્રાંતિય મજૂરો બે કલાક પછી વિખેરાઇ ગયા હતા અને લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી તેમને ખાણી-પીવાની વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, મોટાભાગના પરપ્રાંતિય મજૂરો ઉત્તર પ્રદેશ, બિહારના હતા અને તે બધા નજીકના વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.

આમ, એકસાથે 1000થી વધુ લોકો ભોગા થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ટોળાને હટાવવા માટે કાર્યવાહી હાથ ઘરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.