હૈદરાબાદ: કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન કર્યા બાદ છત્તીસગઢના 300થી વધુ મજૂરો તેમના વતનથી 1000 કિલોમીટર દૂર હૈદરાબાદમાં ફસાયા છે.
તેઓએ CM ભૂપેશ બઘેલ સરકારને અપીલ કરી છે કે, તેઓ પરત પોતાના વતન ફરી શકે તે માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે. આ પરપ્રાંતિય કામદારો રાજનાંદગાંવ જિલ્લાના છે.
ફસાયેલા કામદારોએ જણાવ્યું હતું કે, તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સંસાધનોના અભાવનો હોવાના કારણે દિવસો પસાર કરવા માટે કપરુ સબિત થઈ રહ્યું છે.
એક મજૂરએ કહ્યું હતું કે, "અમે ક્યારેય જાણતા નહોતા કે અમે અહીં લાંબા સમયથી અટવાઈ જઈશું. જ્યારે 24 માર્ચે લૉકડાઉન કરવામાં આવ્યું, ત્યારે અમને લાગ્યું કે તે ફક્ત 21 દિવસમાં પૂરુ થઈ જશે. અમે ઘરે જવા માગીએ છીએ. અમારી પાસે પૈસા નથી. કૃપા કરીને અમને બચાવો. અમને અહીંથી છત્તીસગઢમાં અમારા ઘરે પહોંચવામાં સહાય કરો "