પણજીઃ ભારતીય વાયુસેનાનું મિગ-29K વિમાન ગોવામાં ક્રેશ થયું હતું. રવિવારે એટલે કે આજે સવારે લગભગ 10.30 વાગ્યાની આપસપાસ આ દુર્ઘટના ઘટી હતી. મળતી માહિતી પ્રમાણે આજે સવારે 10.30 કલાકે મિગ-29K વિમાન નિયમિત તાલીમ માટે ઉડતું હતું. આ દરમિયાન ગોવામાં વિમાન ક્રેશ થયું હતું.
સદનસીબે વિમાનના પાયલટને સુરક્ષિત બચાવવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. નોંધનીય છે, આ અગાઉ પણ એક મિગ 29 K ક્રેશ થયું હતું.