નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર કેડરના IPS અધિકારી બસંત રથને ગેરવર્તનના આરોપમાં તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક આદેશમાં જણાવવામાં આવી છે.
મંગળવારે સાંજે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 2000 બેચના IPS અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણના પોલીસ મહાનિર્દેશક તરીકે તૈનાત રથને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહની પરવાનગી લીધા વિના મુખ્યાલય ન છોડવાનું જણાવાવમાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના ધ્યાનમાં તેમના દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનને ધ્યાનમાં રાખીને રથ વિરુદ્ધ શિસ્તપૂર્ણ કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, 25 જૂને બસંત રથે ગાંધીનગર પોલીસ સ્ટેશનને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીર પોલીસ વડા ડીજીપી દિલબાગ સિંહ પર આરોપ લાગવ્યા હતા તકે દિલબાગ સિંહથી તેમને ખતરો છે.
જે બાદ બસંત રથનો આ પત્ર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેના કારણે મામલા વધુ ગંભીર બન્યો હતો.