શુક્રવારે ઇમિગ્રેશન અધિકારીઓએ 311 ભારતીયોને પાછા ભારત મોકલી દીધા છે, જેમાં 310 પુરૂષ અને મહિલા સામેલ હતી. મેક્સિકોથી અમેરિકા ઘુસવાના પ્રયાસ કરી રહેલા આ ભારતીયને શુક્રવારે એક વિશેષ વિમાનના માધ્યમથી દિલ્હી એરપોર્ટ મોકલી આપવામાં આવ્યાં છે.

ભારતે એન્જિનિયર, આઈટી વ્યવ્સાય વાળા માટે એચ1બી વીઝામાં ઉદારતા દાખવવા વિનંતી કરી છે, જોકે હજૂ સુધી તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી. તે જ કારણે અમેરિકામાં સોફ્ટવેર કંપનિઓને પ્રતિભાશાળી એન્જિનિયરોની તંગીનો સામનો કરવો પડે છે.

મેક્સિકો પહોંચેલા ભારતીયોને ઘણા મહિના સુધી મેક્સિકન રાજ્ય ઓક્સાકા, બાજા કેલિપોર્નિયા, વેરાક્રુજ, ચિયાપાસ, સોનોરા, મેક્સિકો સિટી, ડુરંગો અને તબસ્સ્કોમાં પકડવામાં આવ્યા હતાં.
મેક્સિકન અધિકારીઓનો આરોપ છે કે, ભારતીય ગેરકાયદેસર રીતે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ કરવા માટે ગત થોડા મહિનામાં મેક્સિકો પહોંચ્યા હતાં.
અધિકારીઓના જણાવ્યાં મુજબ, તમામ ભારતીયોને ઇમર્જન્સી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર એક રીતે એ મુસાફરી દસ્તાવેજ છે, જે ઇમર્જન્સીની સ્થિતિમાં ભારતીય નાગરિકોને ભારતમાં પ્રવેશ કરવાની પરવાનગી આપે છે.
આ કાગળ માત્ર એ લોકોને આપવામાં આવે છે, જેમના મુસાફરી દસ્તાવેજ ખોવાઇ ગયાં હોય તેને નુકશાન પહોંચ્યું હોય અથવા તેમની પાસે યોગ્ય પાસપોર્ટ ન હોય.
જૂનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મેક્સિકોને સરહદના માધ્યમથી અમેરિકીમાં પ્રવેશ કરનાર લોકો લાલ આંખ કરવાની ચેતવણી આપી હતી, ત્યારબાદ હવે મેક્સિકોએ આ પગલું ભર્યું છે.
સરકારના સુત્રોએ જણાવ્યું કે, ભારત કોઈ પણ દેશમાં ગેરકાયદેસર પ્રવાસને યોગ્ય નથી ગણતું.