ETV Bharat / bharat

મહેબૂબા મુફ્તીને જેલમાંથી ઘરે મોકલાયા, અટકાયત શરૂ રખાશે - Maulana Azad Road

પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ અટકાયતમાં લેવામાં આવેલાં મહેબૂબા મુફ્તીને તેના નિવાસ સ્થાને મોકલી દેવામાં આવ્યાં છે, પરંતુ અટકાયત હજૂ પણ શરૂ રાખવામાં આવશે.

ETV BHARAT
મહેબૂબા મુફ્તીને જેલમાંથી ઘરે મોકલવામાં આવ્યાં, અટકાયત શરૂ રાખવામાં આવશે
author img

By

Published : Apr 7, 2020, 3:56 PM IST

શ્રીનગરઃ અધિકારીઓએ મંગળવારે માહિતી આપી કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીને જેલમાંથી તેમના નિવાસ સ્થાને મોકલી દેવામાં આવ્યાં છે. જો કે, પબ્લિક સેફ્ટી એક્ટ(PSA) હેઠળ તે હજૂ પણ અટકાયતમાં રહેશે.

મુફ્તીને સ્થાનાંતરિત કરવાનો આદેશ જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. 60 વર્ષીય મુફ્તીની ગત 5 ઓગસ્ટના રોજ અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ PSA હેઠળ તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મૌલાના આઝાદ રોડની જેલથી ફેયરવ્યુ ગુપકર રોડ સ્થાનાંતરિક કરવામાં આવી રહ્યાં છે, જે તેમનું નિવાસ સ્થાન છે.

આમાં જણાવવામાં આવ્યું છે કે, મુફ્તીને સ્થાનાંતરિત કર્યા પહેલાં પ્રશાસને તેમના નિવાસસ્થાનને તાત્કાલિક અસરથી ગૌણ જેલનો દરજ્જો આપી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.