લખનઉ: કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીની ક્વીન મેરી હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન બાદ ગર્ભવતી મહિલા કોરોનાગ્રસ્ત બની છે. આ મહિલાના સંપર્કમાં આવેલા ડોકટરો અને સ્ટાફ સહિત 40 જેટલા આરોગ્ય કર્મચારીઓને ક્વવોરનટાઈન કરવામાં આવ્યાં છે.
કેજીએમયુના પ્રવક્તા ડો.સુધીરસિંહે જણાવ્યું હતું કે, કાકોરીની આ મહિલાને 14 મેના રોજ ક્વીન મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રથમ સ્ક્રિનિંગમાં મહિલામાં કોરોના વાયરસના સંક્રમણના કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતા, પરંતુ સિઝેરિયન ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનો કોરોનાનો ટેસ્ટ લેતાં મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
જો કે, હાલ મહિલાને કોરોના વાઈરસ ઓઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ બાળકની સાર સંભળા રાખવા તેમના સંબંધિત વ્યક્તિને અલગ રાખવામાં આવ્યાં છે.