મથુરા: કાનપુર ઘટનાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં શહીદ સિપાહી જીતેન્દ્રના પિતાનું નિવેદન છે કે આરોપી વિકાસ દુબેને જાહેરમાં ફાંસી આપવી જોઇએ. પોલીસ વિભાગના ગદ્દાર કર્મચારીઓ સામે પણ કેસ ચલાવવો જોઈએ. શહીદ સિપાહી જીતેન્દ્રના પિતાએ કહ્યું હતું કે મારા પુત્રની આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે વિકાસ દુબે સહિત તેની સાથેના બધા લોકોને ફાંસીની સજા મળશે.
જનપદ રિફાઇનરી પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરી ગામના રહેવાસી શહીદ પોલીસકર્મી જીતેન્દ્રના પિતા તિરથપાલ સિંહનું નિવેદન છે કે વિકાસ દુબેને ચોકમાં લાવી ફાંસી આપવી જોઈએ અને જે પોલીસકર્મીઓએ પોતાના પોલીસ સ્ટેશન વિભાગ સાથે દગો કર્યો છે તેઓની સામે કેસ દાખલ કરવો જોઈએ.