જયપુર: રાજધાની જયપુરમાં એક પરિણીત મહિલાની આત્મહત્યા કરી લીધી છે. જેના પોસ્ટમોર્ટમ પહેલા કરવામાં આવેલી તપાસમાં કોરોના પોઝિટિવ હોવાનો એક સનસનાટી ભર્યો કેસ સામે આવ્યો છે.
પોસ્ટમોર્ટમ પહેલાં મૃતક કોરોના પોઝિટિવ જોવા મળી હતી, જેથી મૃતકનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે અને તેના પરિવારના અન્ય સભ્યોને ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે. આ સાથે જ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દફનાવવામાં આવ્યો છે. શહેરની જૂની જાલૂપુરા મસ્જિદ પાસે રહેનારી 22 વર્ષિય મહિલાએ સોમવારે ઘરના ઝગડાના કારણે આત્મહત્યા કરી હતી.
મૃતદેહને હૉસ્પિટલના શબગૃહમાં રાખીને તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેના પરિવારના 10 સભ્યોને ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે. હવે વહીવટી તંત્ર દ્વારા મૃતકના મુસાફરીનો ઇતિહાસ અને સંપર્કમાં આવનાર વ્યક્તિઓની શોધમાં લાગ્યું છે.