અમરાવતીઃ આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સરહદ પર પોલીસ અને માઓવાદી વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણમાં પોલીસે એક માઓવાદીને ઠાર માર્યો છે. બન્ને રાજ્યોની સરહદ પર આ અઠવાડિયામાં બીજી વખત અઠડામણ થઇ છે.
પોલીસે ઘટના સ્થળેથી ઘણા હથિયાર અને વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, મુખ્ય માઓવાદી નેતા અથડામણ અગાઉ ફરાર થઇ ગયો હતો.
વિશાખાપટ્ટનમ પાસે આ મહિનામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ છે. આ મહિનાની 16 તારીખે ઓડિશાની સરહદ પર અને 19 તારીખે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગિન્નેલાકોટા વન વિસ્તારમાં પણ ફાયરિંગ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, 28 જુલાઈથી માઓવાદીઓ પોતાના લડવૈયાઓની યાદમાં શહીદી સ્મૃતિ સપ્તાહની ઉજવણી કરે છે. જેના પહેલાં ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે.