તો આ બાજૂ કોંગ્રેસે આર્થિક મંદી, વધતી બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાને ધ્યાને રાખી આગળ વધી રહી છે. ચૂંટણીને ધ્યાને રાખી રાહુલ ગાંધીએ પણ નૂંહમાં રેલીને સંબોધન કર્યું હતું. બીજી બાજુ શુક્રવારના રોજ સોનિયા ગાંધી પણ જાહેરસભા કરવાના છે.
ચૌટાલાના નેતૃત્વવાળી - (ઈનેલો)ની સાથે સાથે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના પણ મુખ્ય પાર્ટીઓના મત પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ જ્યાં તમામ 90 સીટ પર લડી રહ્યા છે, તો વળી બસપાએ 87 સીટ પર પોતાના ઉમેદાવારો ઉભા રાખ્યા છે. જ્યારે ઈનેલો 81 સીટ પર ચૂંટણી લડી રહ્યુ છે.. 375 જેટલા ઉમેદવારો અપક્ષમાંથી લડી રહ્યા છે.
ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર આ વખતે હરિયાણા ચૂંટણીમાં કુલ 1169 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 1064 પુરૂષ ઉમેદવાર અને 104 મહિલા ઉમેદવાર અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે.
રાજ્યમાં આ વખતે 19578 મતદાન મથકો બનાવામાં આવશે. જ્યારે 27611 VVPATનો ઉપયોગ કરવામાં આવશે.