શ્રીનગર: રેલવેના પૂર્વ રાજ્યપ્રધાન મનોજ સિંહાએ જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પદભાર સંભાળ્યો છે. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે.
મનોજ સિંહા, નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રેલવે રાજ્ય પ્રધાન અને સંદેશાવ્યવહાર પ્રધાન તરીકે ચાર્જ સંભાળી ચૂક્યા છે.
જો કે, તેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં ગાજીપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના મુખ્યપ્રધાન પદ માટે પણ તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું.