મહારાષ્ટ્રમાં સરકારના જંતુનાશક પ્રતિબંધને લઇને કેરીના ખેડૂતોમાં મતભેદ - Etv Bharat
રત્નાગીરી (મહારાષ્ટ્ર): કેન્દ્રએ 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મુક્યો છે અને 45 દિવસમાં સૂચનો માંગ્યા છે. જોકે, આ બાબતે ખેડુતો ખચકાઈ રહ્યા છે. કારણ કે આમાંની ઘણી જંતુનાશક દવાઓનો ખેડુતો ઉપયોગ કરી રહ્યા છે. કેરીના ખેડુતો આ જંતુનાશક દવાઓમાની 8 થી 10 દવાઓ વાપરે છે. વળી, હાલમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક દવાઓ ખેડૂતોને પોષય તેવી છે, પરંતુ જો આ જંતુનાશક દવાઓ બંધ કરવામાં આવે તો, ખેડુતોને વધુ મોંધી જંતુનાશક દવાઓ ખરીદવી પડશે જેના માટે તેમને વધારે ખર્ચ કરવો પડશે.
કેરીના એક ખેડુતે જણાવ્યું હતું “ જો સરકાર આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે, કેમ તે જંતુનાશકોની કેટલીક આડઅસર હોઇ શકે છે, તેથી ખેડુતોએ આ સ્વીકારવું જોઈએ.
હાલમાં કેરીના ખેડુતો દ્વારા જે જંતુનાશક દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે તે ભારતમાં બનાવાયેલ સામાન્ય જંતુનાશક દવાઓ છે અને વાજબી ભાવે ઉપલબ્ધ છે. તેમના ભાવો પણ સ્થાનિક ખેડૂતોને પોષાય તેવા છે.
આમાંથી, ક્વિનાલ્ફોસ જંતુનાશક દવા , કેરી પર જંતુઓ માટે વપરવામાં આવે છે , જેની કિંમત રૂ. 400 પ્રતિ લિટર.
કેરીના ઝાડ પર ફૂગની સારવાર માટે કાર્બેન્ડાઝિમ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે જે 500 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.
• ક્લોરપાયરિફોઝનો ઉપયોગ જંતુઓ સૂકવવા માટે થાય છે, અને આ જંતુનાશક લિટર દીઠ રૂ .400 છે.
ફેનાકુકાર્બનો ઉપયોગ કેરીના કરમાવા થી બચાવવા માટે થાય છે, તેની કિંમત લિટર રૂ. 550 છે.
જ્યારે ડેલ્ટામેથ્રિનનો ઉપયોગ જંતુઓ માટે થાય છે, ત્યારે આ જંતુનાશક નો ખર્ચ લીટર દીઠ 600 રૂપિયા થાય છે.
કોંકણની અગ્રણી કંપની નંદાઇ એગ્રોશોપના માલિક મોહિન્દર બામણે કહે છે કે, "કેરી ઉત્પાદકો છેલ્લા ઘણા સમયથી આ જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામો અત્યાર સુધી સારા આવ્યા છે, તેથી કેરીના ખેડુતોમાં આ જંતુનાશકોની ભારે માંગ છે." અને બામણે પોતે જે કૃષિ ક્ષેત્રમાં એમ.એસ.સી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો, ખેડુતોએ લિટર દીઠ રૂ .2000 થી 3,000 ની કિંમતનો જંતુનાશકો ખરીદવો પડશે, જે હાલ કરતા ચારથી પાંચ ગણા વધારે ખર્ચ થશે .
આ અંગે કેરીના બાગના માલિક પ્રસન્ના પેથેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હાલમાં ઉપયોગમાં લેવાઇ રહેલી જંતુનાશક દવાઓ પોસાય છે અને ખેડૂતોને સારા પરિણામ આપે છે.
પેથે વધુ માં જણાવ્યુ હતું કે, જોકે આમાંના કેટલાક જંતુનાશકો ઘણા દિવસો સુધી પાણીમાં અથવા જમીનમાં રહે છે અને જો સરકાર દ્વારા આવા જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મુકે તો ખેડુતોએ તે સ્વીકારવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે સંપુર્ણ પ્રતિબંધ લાદ્યા વિના શક્ય તેટલા ખતરનાક જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પેથેએ એવી પણ માંગ કરી છે કે જે જંતુનાશકો જમીનને અસર ન કરે તેવા જંતુનાશકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવી જોઇએ
કેરી પરના જંતુનાશક દવાઓની કિંમત
જો સારી અને યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો કેરી પર છંટકાવ કરવામાં આવે તો કેરીના બાગના માલિકો ને 100 વૃક્ષો દીઠ રૂ. 2.25 થી 2.50 લાખ ખર્ચો થાય. કેટલાક ખેડુતો રૂ .1 થી 1.5 લાખમાં પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ જો યોગ્ય જંતુનાશક છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદન વૃદ્ધિ પર પણ તેની સારી અસર પડે છે. જેમ જેમ ઉપજ વધે છે, તેમ ફળની ગુણવત્તા પણ વધે છે. પરંતુ જો જંતુનાશક દવા છાંટવામાં ન આવે તો તે ઉત્પાદનને પણ અસર કરે છે. જ્યાં કેરીના 500 બોક્ષ ઉપલબ્ધ હતા, ત્યાં માત્ર 200 થી 250 કેરીઓ ના બોક્ષ ઉપલબ્ધ છે. તેનો અર્થ એ કે ઉત્પાદનના જથ્થામાં આશરે 50 ટકા જેટલો તફાવત પડે છે, પરંતુ મોટાભાગના કેરી પર કાળા ડાધા છે. પરિણામે, તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. સ્વાભાવિક રીતે, ખેડૂતો કહે છે કે તે તેમને નાણાકીય રીતે અસર કરી રહ્યું છે.
કેરીની નિકાસ મુખ્યત્વે મુંબઇથી કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાંથી આશરે 38,૦૦૦ થી 40,૦૦૦ મેટ્રિક ટન કેરીનો નિકાસ કરવામાં આવે છે, જેમાં 15 થી ૨૦ ટકા હાફુસ કેરી ની જાતો હોય છે. આનો અર્થ એ થયો કે લગભગ 7 થી 8 હજાર મેટ્રિક ટન હાફુસનો નિકાસ થાય છે. મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ (કોંકણ ડિવિઝન) ના ડેપ્યુટી જનરલ મેનેજર ભાસ્કર પાટીલે જણાવ્યું હતું કે કેરી મધ્ય પૂર્વ દેશો તેમજ ઇંગ્લેન્ડ, યુરોપ, યુએસએ, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, જાપાનમાં નિકાસ કરવામાં આવે છે.
પરંતુ કેરીની નિકાસ મુખ્યત્વે મધ્ય પૂર્વી દેશોમાં થાય છે. આ વર્ષે જોકે કોરોનાવાયરસથી કેરીની નિકાસને અસર થઈ છે. છેલ્લા બે મહિનાથી હવાઇ વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ હતો. પરિણામે, જે દેશોમાં હવાઇ માર્ગે કેરીની નિકાસ કરવામાં આવતી હતી તે ચાલુ વર્ષે નિકાસ કરી શકાઇ નથી. તેથી આ વર્ષની નિકાસ મધ્ય પૂર્વ તેમજ યુરોપમાં સમુદ્ર દ્વારા કરવામાં આવી છે.
1 લી એપ્રિલથી 19 મે, 2019 ના સમયગાળા દરમિયાન, મહારાષ્ટ્રથી કેરીની નિકાસ 16,746 મેટ્રિક ટન હતી. આ વર્ષે ધ્યાનમાં લેતા, 1 લી એપ્રિલ, 2020 થી 19 મી મે, 2020 સુધીમાં 8,640 મેટ્રિક ટન છે
ટનો કેરીની નિકાસ કરવામાં આવી છે. પાછલા વર્ષ કરતા કેરીની નિકાસમાં 52 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, આ નિકાસમાં હાફુસ કેરીનો મોટો ફાળો છે. હાફુસ ની વેરાઇટી સિવાય, અન્ય જાતોની નિકાસ કરવામાં આવે છે જેમાં કેસર, વેગનપલ્લી, તોતાપુરી, બદામી અને અન્ય રાજ્યોમાં ઉત્પન્ન થતી કેરી નો સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે મુંબઈથી કેરીની નિકાસ મુખ્યત્વે હાફુસ રહી છે. કારણ કે આ વર્ષે અન્ય રાજ્યોથી મુંબઇમાં કેરી મેળવવામાં મુશ્કેલીઓ આવી હતી.
લોકડાઉનથી રાજ્યની સરહદો બંધ થઈ ગઈ. માર્કેટ સમિતિઓ પણ બંધ કરાઈ હતી. તેથી અન્ય રાજ્યોની કેરીઓ નિકાસકારોને સરળતાથી ઉપલબ્ધ નહોતી. તેથી, આ વર્ષે મુંબઇથી નિકાસ કરવામાં હાફુસ જાતનો મોટો ફાળો હતો. પાટિલે એમ પણ કહ્યું હતું કે નિકાસ મુખ્યત્વે મધ્ય પૂર્વ તેમજ યુરોપમાં દરિયા માર્ગે થતી હતી. તેથી, આ વર્ષે કેરીની નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં, તે હાફુસ કેરી છે, જેણે સૌથી વધુ નિકાસ કરવાની રેસમાં અન્ય જાતોને હરાવી છે.