દહેરાદૂન: ઉત્તરાખંડમાં એક વ્યક્તિએ ઉત્તરાખંડ પોલીસ માટે ઓટોમેટિક હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવ્યું છે.
આ મશીન સેન્સર દ્વારા ચાલે છે. સ્થાનિક ઉદ્યોગપતિ એવા ગુરુવિંદર આનંદે જુદા જુદા પોલીસ વિભાગોમાં મશીન મફતમાં મૂક્યું છે.
મશીન કેવી રીતે કાર્ય કરે છે તે અંગે આનંદે કહ્યું હતું કે, "કોઈ વ્યક્તિ ડિપેન્સરની નીચે હાથ મૂકતાંની સાથે જ મશીન સેનિટાઇઝરને ડિસ્પેન્સ કરવાનું શરૂ કરે છે. આ મશીન સરકારી કચેરીઓ અને હોટલ જેવા જાહેર સ્થળોએ ખૂબ ઉપયોગી થઈ શકે છે.
આનંદે કહ્યું હતું કે, 12 કલાક કામ કરવા માટે મશીનને એકવાર ચાર્જ કરવાની જરૂર છે અને તે એક જ રિફિલમાં 100 લોકોને સેનેટાઇઝ કરી શકે છે.