અયોધ્યા જમીન વિવાદનો ચુકાદો આવ્યા પહેલા જ મહારાષ્ટ્રના એક વ્યક્તિએ વાંધાજનક પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આ પોસ્ટ કરનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના રહેવાસી સંજય રામેશ્વર શર્માએ પ્રાદેશિક ભાષામાં કથિત રીતે લખ્યું હતું કે, "હું શ્રીરામ જન્મભૂમિ વિવાદ કેસમાં ન્યાય મળ્યા બાદ દિવાળી ઉજવીશ અને ઈતિહાસના કાળા અધ્યાયને ભુસી નાખીશ."
અધિકારીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાની દેખરેખ રાખતી ટીમની સામે આ બાબત આવી, ત્યારે તેમને સંજય શર્માની IPC કલમ 153(1)(બ) અને કલમ 188(ધાર્મિક, નસ્લીય, ભાષા, ક્ષેત્ર, સમુદાયના આધારે હિંસા ફેલાવાનું કૃત્ય કરવું) અંતર્ગત તેની ધરપકડ કરી હતી. શનિવારે સંજય શર્માને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંજય શર્મા વિરુધ્ધ છેલ્લા 3 મહિનામાં બે બીજા કેસ માટે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અન્ય સમુદાયની છોકરી સાથે દોસ્તી કરવા બાબતે યુવકને માર મારવાની અને બે અન્ય વ્યક્તિ પર હુમલો કરવાના આરોપો છે.
હાલ દેશમાં કેટલાક ભાગોમાં સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રખાઈ રહી છે.
શું છે અયોધ્ચા જમીન વિવાદ મામલો? જાણો સંપુર્ણ કેસ અયોધ્યા વિવાદના ઘટનાક્રમ પર એક નજર..