કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે, તેમણે ક્યારેય શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને 'કોરોના એક્સપ્રેસ' તરીકે નથી બોલાવી, પરંતુ જનતાએ આ નામથી ટ્રેનને બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રમિક ટ્રેનમાંથી આવતા મજૂરોને ખોરાક ન આપવાનો ગત મહિને મમતાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો અને ટ્રેન દ્વારા મોકલવામાં આવતા શ્રમિકોના કારણે કોરોના ફેલાવાનું જોખમ વધશે. આ દરમિયાન તેમણે રેલ મંત્રાલયને પૂછ્યું હતું કે શું શ્રમિક ટ્રેનોને 'કોરોના એક્સપ્રેસ' બનાવવી છે?
મમતાના આ નિવેદન પર, અમિત શાહે પશ્ચિમ બંગાળની વર્ચ્યુઅલ રેલીમાં રાજ્યના લોકોને સંબોધન કરતાં તેમના (મમતા) પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, "મમતા દીદી, કોરોના એક્સપ્રેસ" તમે નામ આપ્યું છે, જે તમારો બહાર નીકળવાનો માર્ગ બનશે. તમે સ્થળાંતર કરનારા મજૂરોના ઘા પર મીઠું ભભરાવો છો અને તેઓ તેને ભૂલશે નહીં.''
હાલ મમતાએ 24 કલાકની અંદર સ્પષ્ટ કરી દીધું કે, તેમણે શ્રમિક ટ્રેનનું નામ કોરોના એક્સપ્રેસ રાખ્યું નથી. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યમાં 11 લાખ પરપ્રાંતિય મજૂરો પહેલાથી જ પરત ફર્યા છે અને 30 હજાર હજુ આવવાના બાકી છે.