પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે નવી દિલ્હીમાં છે. મમતા વડાપ્રધાન મોદીને મળવા તેમના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ મમતાએ મીડિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારી મુલાકાત ઘણી સારી રહી છે.

મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે પશ્ચિમ બંગાળનું નામ બદલવાના મુદ્દા પર વાતચીત કરી છે. તેમણે રાજ્ય માટે 13,500 કરોડ રુપિયાના આર્થિક પેકેજની પણ માગ કરી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન મમતાએ વડાપ્રધાનને કુર્તા અને મિઠાઈ પણ ભેટમાં આપી છે.
આપને જણાવી દઈએ કે, આ અગાઉ બંને નેતાઓ 25 મે 2018ના રોજ શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ સમયે મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી વડાપ્રધાન મોદીના કટ્ટર આલોચક છે. અગાઉ પણ લોકસભા ચૂંટણી વખતે મમતાએ ખૂબ વિરોધ કર્યો હતો.
મમતાએ તો મોદીને વડાપ્રધાન માનવાથી પણ ઈન્કાર કરી દીધો હતો. મમતા 30 મેના વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં પણ નહોંતા આવ્યા.