આ અગાઉ તેમણે પોતાના ટ્વીટરમાં ટ્વીટ કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વિદ્યાર્થી અને નામચિન્હ ઈતિહાસકારથી ડરી ગઈ. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા બદલ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરવામાં આવી છે.
બેનર્જીએ પોતાના આધિકારીક ટ્વીટર હેંડલ પર ટ્વીટ કરતા લખ્યું છે કે, આ સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ છે. સરકાર મીડિયા સાથે વાતચીત કરવા અને ગાંધીના પોસ્ટર સાથે ભારતના સૌથી નામચિન્હ ઈતિહાસકારથી ડરી ગઈ છે. હું રામચંદ્ર ગુહાની ધરપકડની ઘૌર નિંદા કરુ છું.