મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું કે, નીતિ આયોગ પાસે કોઈ પણ પ્રકારે નાણાકીય શક્તિ નથી કે આયોગ પાસે રાજ્યની યોજનાઓને સમર્થન આપવાનો પણ અધિકાર નથી. આ બેઠકમાં ભાગ લેવો બેકાર છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલી તકરાર બંધ થવાનું નામ લેતી નથી. આ પહેલા પણ મમતા બેનર્જીએ PM મોદીના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો ઈન્કાર કર્યો હતો.
બંગાળમાં BJP અને તૃણમૃલ વચ્ચેની તકરાર વધી રહી છે. જય શ્રીરામ અને જય બાંગ્લાને લઈ બંને વચ્ચે તકરાર ચાલી રહી છે.
BJPએ મમતાના નામે ‘જય શ્રીરામ’ લખી હજારોની સંખ્યામાં પૉસ્ટકાર્ડ રવાના કર્યા હતા.