પશ્વિમ બંગાળમાં સ્વાસ્થ્ય સચિવ, રાજ્ય પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને રાજ્યના અધિકારી, 31 જૂનિયર ડૉક્ટર બેનર્જીની સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન માત્ર બે સ્થાનિય ન્યૂઝ ચેનલોને રાજ્ય સચિવાલયમાં બેનર્જી અને જૂનિયર ડૉક્ટર્સની વચ્ચેની બેઠકને રેકોર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્વિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટર્સે બેઠકનું સ્થાન મુખ્યપ્રધાન મમતા બનર્જી પર છોડી દીધી હતો. પરંતુ તેઓની શર્ત હતી કે, આ બેઠક મીડિયાની હાજરીમાં અને રેકૉર્ડિગ પણ કરવામાં આવે છે. ડૉક્ટર્સની આ શર્તને મમતા બેનર્જીએ માની લીધી હતી.
જ્યાર બાદ સોમવારે તેઓ નાબન્નામાં મીડિયાની હાજરીમાં ડૉક્ટર્સના પ્રતિનિધિમંડળ સાથે મળવા માટે પહોંચી છે. રાજ્ય સરકારના સૂત્રો મુંજબ આ બેઠકમાં પ્રત્યેક મેડિકલ કૉલેજ હોસ્પિટલથી બે-બે પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.
કોલકાતાની NRS મેડિકલ કૉલેજમાં થયેલ એક ડૉક્ટર પર કરવામાં આવેલ મારપીટના કારણે નારાજ થયેલા ડૉક્ટર ગત છ દિવસથી લગાતાર હલતાલ કરી રહ્યા છે. જેની અસર હાલ સુધીમાં લગભગ પૂરા દેશમાં જોવા મળી રહી છે.