નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે રેલિગેયર એન્ટરપ્રાઈઝ લિમિટેડેના સહ પ્રમોટર મલવિદર સિંહની જામીન અરજીને રદ કરી છે. જસ્ટીસ અનુ મલ્હોત્રાની ખંડપીઠે એક વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
જામીન મેળનવવાની કેટેગરીમાં નથી આવતા મલવિંદર સિંહ
કોર્ટે કહ્યું હતું કે, મલવિંદર સિંહના વિરુદ્ધ મની લાઉડ્રિંગ અને ભારતીય દંડ સંહિતાની કલમ 409 હેઠળ કેસ નોંધાયો હતો. જેમાં 10 વર્ષથી લઈને ઉમર કેદ સુધીને સજા થઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, માલવિંદર સિંહનો કેસ તે વર્ગમાં આવતો નથી, જે હેઠળ ઉચ્ચ સમિતિએ કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી શકે.
કોરોના સંક્રમણની આશંકા
મલવિંદર સિંહ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, જેલમાં કેદીઓને સુવિધાઓ આપવામાં આવતી નથી. તિહાડ જેલમાં અત્યારસુધી ત્રણ કેદીને ક્વોરેન્ટાઈન કરાયા છે. જેમાં એક કેદી મલવિંદર સિંહના સંપર્કમાં આવ્યો હતો. રોહતગીએ મલવિંદર સિંહને કોરોના સંક્રમણ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જે અંગે તેમણે કહ્યું હતું કે, મલવિંદર સિંહ ગેસ્ટ્રોઈટ્રેટાઈટિસ અને બીજી પણ ગંભીર બીમારી છે.
મલવિંદર સિંહને જેલમાં આઈસોલેટ કરાયા
દિલ્હી સરકાર તરફથી, વકીલ રાહુલ મેહરા અને તિહાડ જેલના પ્રશાસન તરફથી ચૈતન્યા ગોસાઈએ કોર્ટમાં કહ્યું હતું કે, મલવિંદર સિંહને આઈસોલેશન પર રાખ્યાં છે. તેમણે બીજા કેદી પણ સંપર્કમાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોર્ટે મલવિંદર સિંહની જામીન અરજી નામંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.