નવી દિલ્હી: શરાબના કારોબારી અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. જોકે તેમાં થોડો વધુ વિલંબ થઈ શકે છે. કારણ કે આ દિશામાં હજી એક કાયદાકીય મુદ્દાનો ઉકેલ આવવાનો બાકી છે. આપને જણાવી દઈએ કે, માલ્યા હાલમાં ઈંગ્લેન્ડમાં જામીન પર બહાર છે.
મળતી માહિતી મુજબ વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે તમામ કાયદાકીય પાસાઓ અજમાવી શકે છે. CBI અધિકારીના જણાવ્યા મુજબ એક શક્યતા એ પણ છે કે, માલ્યા રાજ્યસભાના પૂર્વ સદસ્ય હોવાને નાતે બ્રિટનમાં રાજકીય શરણ પણ લઈ શકે છે.
મહત્વનું છે કે, વિજય માલ્યા 2 માર્ચ 2016ના રોજ ભારતથી ભાગી ગયા બાદ બ્રિટનમાં રહે છે. માલ્યા પર ભારતીય બેંકો સાથે 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.