ETV Bharat / bharat

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ રમત અને ફિટનેસને દિનચર્યાનો ભાગ બનાવો

author img

By

Published : Aug 29, 2020, 4:55 PM IST

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતમાં નોંધપાત્ર યોગદાન આપીને દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે, પ્રતિભાશાળી ખેલાડી અને તેમના પરિવારો, કોચ તેમજ સપોર્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા સહયોગની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રીય રમતગમત દિવસ રમત અને ફિટનેસને દિનચર્યાનો ભાગ બનાવો

નવી દિલ્હી: શનિવારે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતમાં નોંધપાત્ર યોગદાન આપનારા ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને રમતગમતની પ્રતિભાને જરૂરી સમર્થન આપવા માટે અથાક કાર્ય કરી રહી છે. તેમણે ટ્વિટ કરીને ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. દિગ્ગજ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'રાષ્ટ્રીય રમતગમત દિવસ બધા ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓને ઉજવવાનો એક ખાસ દિવસ છે, જેમણે વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આ બધા ખેલાડીઓના તપ અને દ્રઢ સંકલ્પ નિશ્ચિતપણે ઉત્કૃષ્ટ છે.'

મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, 'તેમની હોકી સ્ટીકના જાદુને ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. નોંધનીય છે કે, ધ્યાનચંદને હોકીના શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેમની પાસે ગોલ કરવાની અદભૂત ક્ષમતા હતી. તેમની રમત દરમિયાન ભારતે ઓલ્મિપકમાં હોકી (1928, 1932 અને 1936)માં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ તે સમય હતો, જેને ભારતમાં હોકીનો સુવર્ણ સમય કહેવામાં આવે છે.

આ પ્રસંગે વડાપ્રધાને પ્રતિભાશાળી રમતવીરોની સફળતામાં તેમના પરિવારો, કોચ અને સપોર્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ભારત સરકાર વિવિધ રમતોને લોકપ્રિય બનાવવા તેમજ ભારતમાં રમતગમતની પ્રતિભાને જરૂરી સહાય પૂરી પાડવા માટે અથાક પ્રયાસો કરી રહી છે'.

આ પ્રસંગે મોદીએ રમતગમત અને વ્યાયામના અગણિત ફાયદાઓ જણાવતાં લોકોને તેઓને તેમની દિનચર્યાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 'હું ઈચ્છું છું કે તમામ લોકો ખુશ અને સ્વસ્થ રહે.'

શનિવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપીને તમામ રમતપ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે રમતને આરોગ્ય સાથે આગળ વધારવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

નડ્ડાએ ટ્વિટમાં કહ્યું હતું કે 'રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે તમામ રમતપ્રેમીઓને હાર્દિક અભિનંદન. 3 ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનારા હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને નમ્ર શ્રદ્ધાંજલિ.'

તેમણે કહ્યું કે. દેશના ખેલાડીઓએ હંમેશા તેમની પ્રતિભા, સમર્પણ અને મહેનતથી ભારતને ગૌરવ અપાવ્યું છે. 'રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે, હું તમામ ખેલાડીઓના વિકાસ, સફળતા અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.