મુંબઇ : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે રાજ્ય સરકારે 13 લાખ પરપ્રાંતીય શ્રમીકોને પોતાના ખર્ચે ટ્રેન દ્વારા ઘરે પહોંચાડ્યા છે. દેશમુખે વધુમાં જણાવ્યું કે અમે 13 લાખ પરપ્રાંતીય શ્રમીકોને ટ્રેન દ્નારા ઘરે મોકલ્યા છે અને 5.5 લાખ પરપ્રાંતીય શ્રમીકોને બસ દ્રારા બોર્ડર સુધી પહોંચાડ્યા છે. આ તમામ ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે. ગૃહપ્રધાને વધુમાં જણાવતા કહ્યું કે રેલ મંત્રાલયે હજુ સુધી એક પૈસો પણ આપ્યો નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે તે ટિકિટના પૈસા ચુકવશે પરંતુ હજુ સુધી તેની ચુકવણી કરી નથી.
ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 85,975 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 1636 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો 3060 કેસ નોંધાયા છે.