મુંબઈ: મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાઇરસના ચેપના 7,827 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 2,54,427 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.
વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જીવલેણ વાઇરસના કારણે વધુ 173 દર્દીઓના મોત થયા છે જેથી મૃતકોનો આંકડો 10,289 પર પહોંચી ગયો છે. રવિવારે કુલ 3,340 દર્દીઓ રિકવર થયા હતા જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,40,325 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,17,895 ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યમાં હાલમાં 1,03,813 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ભારતમાં કોરોના વાઇરસથી સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઇ છે. શનિવારે રાજ્યમાં ચેપના કુલ કેસની સંખ્યા વધીને 2,46,600 નોંધાઈ હતી, જ્યા એક દિવસમાં 8,139 નવા કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારે પુણેમાં 10 દિવસની લોકડાઉનની જાહેરાત કરી છે.