મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3254 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ વાઇરસને કારણે 149 લોકોના મોત નીપજ્યાં છે, જે એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક છે. મુંબઈમાં 97 લોકોના મોત થયા છે.
આ સાથે, મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે અત્યાર સુધી 3438 લોકોના મોત નીપજ્યાં છે. નવા આંકડા બાદ મહારાષ્ટ્રમાં કોરોના ચેપની સંખ્યા વધીને 94,041 થઈ ગઈ છે. રાજ્યમાં હવે 46,974 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે.
મુંબઈમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધીને 52,667 પર પહોંચી ગયું છે, જ્યારે આ મહાનગરમાં કોરોનાને કારણે 1857 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં, 1879 દર્દીઓ સ્વસ્થ્ય થઈને ઘરે ગયા છે, એટલે કે, હવે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 44,517 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં દર્દીઓની કુલ સંખ્યા 52,667 પર પહોંચી ગઈ છે.
હાલમાં, રાજ્યભરમાં આશરે 5,69,145 લોકે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 149 લોકોએ જીવ ગુમાવ્યાં છે.