મંઝીલ એક, રાસ્તે અલગ ! રાજ્યપાલને મળવા અલગ અલગ પહોંચ્યા ભાજપ-શિવસેના - મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: શિવસેના નેતા દિવાકર રાવતે અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાવતે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા અલગ અલગ સમયે પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના બંને પાર્ટીઓ પોત-પોતાના સંખ્યાબળ વધારવા માટેના પ્રયાસોમાં લાગેલી છે. ત્યારે આ બાબતને ધ્યાને રાખી પાંચ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યા છે. આ પાંચેય ધારાસભ્યો અપક્ષ અને નાની-નાની પાર્ટીઓના ધારાસભ્યો છે.
આપને જણાવી દઈએ કે, ભાજપને સમર્થન આપવામાં ત્રણ અપક્ષ ઉમેદવારોમાં ધારાસભ્ય ગીતા જૈન, રાજેન્દ્ર રાઉત અને રવિ રાણા સામેલ છે. ગીતા જૈને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ગીતા જૈનને ભાજપમાંથી જ ટિકિટ જોઈતી હતી, પણ મળી નહીં. તેથી તે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. અને જીતી ગયા હતા. જૈને ભાજપના નરેન્દ્ર મહેતાને હરાવી દીધા છે. રાઉત પણ ભાજપના બળવાખોર નેતા છે. તેમણે સોલાપુરની બરસી સીટ પરથી શિવસેનાના ઉમેદવાર દિલીપ સોપાલને હરાવ્યા હતા. રાણાએ અમરાવતી જિલ્લાના બડનેરા સીટ પર પોતાની નજીક હરીફ ઉમેદવાર પ્રીતી બંદ(શિવસેનાને) હરાવ્યા છે.
જૈન અને રાઉતે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બાદમાં રાણાએ ચિઠ્ઠી લખી સમર્થન આપવાની વાત કહી હતી. અગાઉ અચલપુરથી ધારાસભ્ય બાચ્ચુ કાડુ અને તેમના સહયોગી મેલઘાટથી ધારાસભ્ય રાજકુમાર પટેલે પણ શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંને સીટ વિદર્ભના અમરાવતી જિલ્લાની છે. કાડુ પ્રહર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં 2014ના પરિણામની સરખામણીએ આ વખતે ભાજપને ઓછી સીટો મળી છે. જેનો મોકો ઉઠાવી શિવસેનાએ પોતાનું વલણ બદલ્યું છે. તેથી હવે તેઓ સરકારમાં 50-50ની ફોર્મ્યુલા બનાવવાની વાત પર અડગ રહી છે.
મહારાષ્ટ્ર: મંઝીલ એક, રાસ્તે અલગ ! રાજ્યપાલને મળવા અલગ અલગ પહોંચ્યા ભાજપ-શિવસેના

Conclusion: