મુંબઈઃ દેશમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 302 થઈ છે. હજુ પણ આ આંકડો વધી રહ્યો છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 1400થી વધારે થઈ છે.
મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ માહિતી આપતા જણાવ્યું કે, નવા આવેલા 72 કેસમાં 59 મુંબઈના છે. અહમદનગરમાં 3 જ્યારે અન્ય કેસ અલાવા, પુણે, થાણે, કલ્યાણ, નવી મુંબઈ અને વિરારના બે-બે કેસ છે.
આ ઉપરાંત મુંબઈમાં કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા વૉર રુમ પણ શરુ કરાયા છે.