મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેના પ્રધાન મંડળમા નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજીત પવારની શક્યતાઓ છે. 28 નવેમ્બરે ઉદ્ઘવ ઠાકરેએ CM પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમની સાથે જયંત પાટીલ, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉતે પણ પ્રધાન પદે શપથ લીધા હતા.
હાલ મહારાષ્ટ્રમાં NCP, કોંગ્રેસ અને શિવસેના ગઠબંધનની સરકાર છે. મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે બે પ્રધાન અને કોંગ્રેસ-NCPમાંથી 2-2 પ્રધાનો સામેલ છે.
પ્રધાનમંડળમાં કોંગ્રેસના 12 પ્રધાન, જેમાં 10 કેબિનેટ અને 2 રાજ્ય પ્રધાન, શિવસેનામાંથી ઉદ્ઘવ સહિત 15 પ્રધાન, જેમાં 11 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના જ્યારે NCPમાંછી 16 પ્રધાન જેમાં 12 કેબિનેટ અને 4 રાજ્ય પ્રધાનની શક્યતાઓ છે.