આ નેતાએ આગળ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પ્રભારી સરોજ પાંડે પણ બેઠકમાં જોડાશે. ભાજપે બેઠકનો ત્રીજો દિવસ હારેલા ઉમેદવારો માટે રાખ્યો છે, જ્યાં તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન બળવાખોર સાબિત થયેલા નેતાઓ પણ સામેલ થશે. જે પાર્ટીમાં રહેવાની ઈચ્છા જાહેર કરી ચૂકેલા છે. ફડણવીસ અને પાટિલ તેમની સાથે પણ ચર્ચા કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અલગ અલગ સ્થળ પર યોજાનારી ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે થયેલી ચૂંટણીમાં ભાજપને 105 સીટ મળી હતી. જો કે, સહયોગી પાર્ટી શિવસેના છેલ્લે છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢતાં અહીં હજુ પણ સરકાર બનવાનો કોઈ રસ્તો નજર આવતો નથી.