ETV Bharat / bharat

મહાગઠબંધનની મહારેલી: માયાવતીએ ભાજપ-કોંગ્રેસનો ચોતરફા ઘેરાવ કર્યો - campaining

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના દેવબંદમાં રવિવારે થયેલી મહાગઠબંધનની રેલીમાં બસપા સુપ્રીમો માયાવતીએ આક્રમક ભાષણ આપ્યું હતું. પોતાના 40 મિનિટના ભાષણમાં વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથથી લઈ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીમાં બરાબરના પ્રહારો કર્યા હતા. માયાવતીએ અહીં આ સભામાં ન્યાય યોજના, નોટબંધી, ચોકીદારી સહિતના મુદ્દા પર પ્રહારો કર્યા હતા.

મહાગઠબંધન
author img

By

Published : Apr 7, 2019, 2:12 PM IST

Updated : Apr 7, 2019, 4:20 PM IST

માયાવતીના ભાષણની પ્રમુખ વાતો

  1. દેવબંધની રેલીમાં ભીડ જોઈ વડાપ્રધાન પણ ગભરાઈ જશે પછી તો ગઠબંધન અંગે ખબર નહીં શું શું બોલશે.
  2. ભાજપનું જાવું નક્કી જ છે, મહાગઠબંધન આવશે. જો ભાજપ ઈવીએમમાં કોઈ છેડછાડ નહીં કરે તો ભાજપની વિદાય નક્કી જ છે.આ વખતે ચોકીદાર સફળ નહીં થાય.
  3. કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષના વાયદાઓમાં ન આવો. સરકાર બનતા આ તમામ મુદ્દાઓ સાઈડમાં જતા રહે છે.
  4. યોગી આદિત્યાનાથ પર પ્રહારો કરતા કહ્યું કે, યોગીએ રાજ્યના ખેડૂતોને ફિક્સ કરેલા નાણા હજું ચૂકવ્યા નથી. મોદીની સાથે સાથે યોગીને પણ ભગાવો.
  5. માયાવતીએ ભાજપ કોગ્રેસ બંને પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. પહેલા બોફોર્સ અને હવે રાફેલ. લોભામણી જાહેરાતોમાં ફસાતા નહીં, ગઠબંધનમાં જ મત આપજો તેવી વાત માયાવતીએ કરી હતી.
  6. પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું કે, આજે બોટ યાત્રા, ગંગામાં ડૂબકી લગાવી લોકોને ગુમરાહ કરી રહ્યા છે.
  7. માયાવતીએ મુસ્લિમ સમાજને લઈ કહ્યું તેમણે પોતાના મત વહેંચવા દેવા જોઈએ નહીં.

અખિલેશના ભાષણના મહત્વના અંશો

  1. અખિલેશે અહીં સભામાં કહ્યું હતું કે, હવે ચોકીદારની ચોકી છીનવી લેવાનો સમય આવી ગયો છે.
  2. મોદીજીએ ટીવી પર લોકોના પગ ધોતા ધોતા યુવાનોની નોકરી પણ ધોઈ નાખી.
  3. વ્યાપારીઓ ભાજપ સરકારમાં ફક્ત લંચ અને મંચ માટે સિમિત રહી ગયા છે.
  4. શેરડીના ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા.
  5. ચોકીદારની ચોકી છીનવી લેવાનો સમય આવી ગયો છે.
  6. મહાગઠબંધનને શરાબ બતાવવા વાળા લોકો સત્તાના નશામાં આવી ગયા છે.

Intro:Body:

મહાગઠબંધન કરશે આજે શક્તિપ્રદર્શન, એક મંચ પર જોવા મળશે માયાવતી-અખિલેશ

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોક દળની મહાગઠબંધનની આજે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રથમ સંયુક્ત રેલી આજે ઉત્તરપ્રદેશના સહારનપુરના દેવબંદમાં યોજાશે. જ્યાં પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે મતદાન થશે. દેવબંદની આ રેલી જામિયા તિબ્બિયા મેડીકલ કોલેજની બાજુમાં આયોજીત હશે.

આ રેલીને બસપા સુપ્રીમો માયાવતી સંબોધિત કરશે. આ રેલીમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર રહેશે. આ પ્રથમ રેલી હશે જેમાં મહાગઠબંધનની ત્રણેય પ્રમુખ પાર્ટીઓ હાજર રહેશે.આરએલડીના અધ્યક્ષ અજીત સિંહ પણ હાજર રહેશે, તથા ઉપાધ્યક્ષ જયંત ચૌધરી પણ હાજર રહેશે. મહાગઠબંધન રેલીઓની શરૂઆત આવતી કાલથી થશે.

Conclusion:
Last Updated : Apr 7, 2019, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.