મહારાષ્ટ્ર: ગડચિરોલીના ભામરાગ તાલુકામાં 30 વર્ષીય CRPF જવાને રવિવારે પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરાખંડના રહેવાસી દિપક કુમાર તરીકે બટાલિયન નંબર 37 સાથે જોડાયેલો હતો.
આ અંગે મહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, દિપક કુમારે બપોરે 2:30 કલાકે પોતાની ઈંસાસ રાઈફલ વડે છાતીમાં ગોળી મારી હતી. સ્થળ પરથી મળેલી એક સુસાઈડ નોટમાં સ્વાસ્થ્ય અને કુટુંબના પ્રશ્નોને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગડચિરોલીના સાવરગાંવમાં પુનાના એક CRPF સબ ઈન્સ્પેક્ટરે પણ આત્મહત્યા કરી હતી.