નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 16 બાગી ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં સામેલ થાય કે, ના થાય, પરંતુ તેમને બંધકના બનાવી શકાય. ધારાસભ્યોએ કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષને તેમનું રાજીનામું સ્વીકારવાના આદેશ આપવામાં આવે.
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષને સવાલ કર્યો કે, ધારાસભ્યોનું રાજીનામું કેમ નથી સ્વીકાર્યું?
ભાજપના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, કોર્ટ ઈચ્છે તો 16 ધારાસભ્યોને જસ્ટિસને ચેમ્બરમાં અથવા રજીસ્ટ્રારની સામે રજૂ કરી શકીએ છીએ. પરંતુ જસ્ટિસે આ માટે ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવો આદેશ ના આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ વિધાનસભાને કોરોના વાઈરસના કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના 22 ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જેનો વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર નથી કર્યો. મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને વિધાનસભા સ્પીકરને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ કર્યો હતો.