નવી દિલ્હીઃ ICMRએ જણાવ્યું છે કે, ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીનું પરીક્ષણ કરનારા મશીનોનો ઉપયોગ કોરોના વાઈરસના પરીક્ષણ માટે કરવામાં આવશે. ICMRએ કોરોના વાઈરસના સ્ક્રિનિંગ ક્ષમતા ઝડપથી વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે 10 એપ્રિલના રોજ ટ્રુનેટ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
દિશાનિર્દેશો અનુસાર, કોવિડ -19ના તમામ શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ 'ઇ-જનીન સ્ક્રિનિંગ એસે' સાથે થવું જોઈએ. નેગેટિવ પરિણામોને નેગેટિવ માનવા માનવું જોઈએ. ચેપ લાગ્યો છે તેવા બધા નમૂનાઓની ફરીથી પુષ્ટિ કરવા માટે બીજા તબક્કામાં પરીક્ષણ કરવું જોઇએ. બીજા તબક્કામાં એવા લોકો છે કે જેઓ પોઝિટિવ આવ્યા છે.