લખનઉઃ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનારાની ધરપકડ કરવામાં આવી છે. 25 વર્ષીય આરોપી કામરાન ડ્રગનો વ્યસની છે. જેણે 112ના વોટ્સનંબરથી યોગી આદિત્યનાથને ધમકી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે, અગાઉ તે ઝવેરી બજાર મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. વર્ષ 2017 માં તેનું કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના પછી તેને કામ કરવાનું બંધ કરી દીધુ હતું છે.
આરોપી કામરાનના પિતા અમીન ચુન્નુ ખાન ટેક્સી ચલાવતા હતા. 2 મહિના પહેલા પિતાનું અવસાન થયું હતું. કામરાનનો મોટો ભાઈ ઇમરાન અમીન ખાન મોબાઇલ રિપેરિંગમાં કામ કરે છે. કામરાનની માતા શિરીન અમીન પહેલા શિક્ષિકા હતા. હવે તે કંઈ કરતી નથી. આરોપી કામરાનનો ઉત્તર પ્રદેશમાં કોઈ સબંધ નથી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ડાયલ 112 ના વોટ્સએપ નંબર પર, કામરાને યોગી આદિત્યનાથને બોમ્બથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઇન્ચાર્જ ગોમતીનગર ધીરજ કુમારની તાહિરિર ઉપર ધાકધમકીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
માહિતી મળી હતી કે, તે નંબરને શોધવા માટે સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, આ નંબર મુંબઈ મહારાષ્ટ્રનો છે. ત્યારબાદ STFની એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી.
STFની સક્રિયતા અને એટીએસ મહારાષ્ટ્રની મદદથી 2 દિવસમાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. હવે આરોપીને મુંબઇથી લખનઉ લાવવામાં આવી રહ્યો છે.