નવી દિલ્હી: ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે જનતાની સવાર ભાવમાં વધારા સાથે થઇ હતી. જી....હા આ વાત LPG ગેસની છે. જેનો વધારો થયો છે, એ વાત સાચી છે. LPG ગેસ સિલેન્ડરમાં ભાવ વધારો થયો છે. જો કે, આ ભાવ વધારો 1 ફેબ્રુઆરીના રોજથી કરવામાં આવ્યો નહતો. જે 11 તારીખના રોજ રિઝલ્ટ આવતાની સાથે જ LPG કંપનીએ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જનતાને હવેથી નવા ભાવ મુજબ ચૂકવણી કરવી પડશે.
કંપનીઓ હંમેશા મહિનાની શરૂઆતમાં જ ભાવ વધારો કરતી હોય છે, પરંતુ આ વખતે ચૂંટણીના પરિણામને ધ્યાનમાં રાખી ભાવ વધારો 12 નવેમ્બરથી અમલી કરવામાં આવ્યો છે. જો રાજધાની દિલ્હીમાં ગેસ સિલેન્ડરની કિંમતની વાત કરવામાં આવે તો 14 કિલો સિલેન્ડરમાં 144.50 રૂપિયાના વધારા સાથે 858.50 રૂપિયા કિંમત કરી છે. આ જ રીતે કોલકતામાં 149 રૂપિયાના વધારા સાથે 896 રૂપિયા, મુંબઇમાં 145 રૂપિયાના વધારા સાથે 829.50 રૂપિયા અને ચેન્નઇમાં 147 રૂપિયાના વધારા સાથે 881 રૂપિયા કિંમત થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા LPG સિલેન્ડરમાં કિંમતોમાં વધારો કર્યો હતો. તે સમયે સબસિડી વિનાના 14 કિલો ગેસમાં 19 રૂપીયાના વધારા સાથે 714 રૂપિયા કરવામાં આવ્યો હતો.