- યોગી કેબિનેટમાં લવ જેહાદ ઓર્ડિનન્સ પાસ
- કેબિનેટ બેઠકમાં સહમતીથી ઓર્ડિનન્સ પાસ
- નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની સજા થશે
લખનઉઃ આખરે યોગી કેબિનેટમાં લવ જેહાદ ઓર્ડિનન્સ પાસ થઈ ગયું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે 4.30 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી હતી. એક ધર્મથી બીજા ધર્મમાં લગ્ન કરવા મામલે બનાવેલા આ કાયદા અનુસાર, લગ્નના બે મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ સાથે જ લગ્ન માટે ડીએમની પરવાનગી લેવી પણ જરૂરી બનશે. આ ઓર્ડિનન્સમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જોકે નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની સજા કરવામાં આવશે.
-
UP Cabinet decides to introduce an ordinance against unlawful religious conversions: State Cabinet Minister Siddharth Nath Singh pic.twitter.com/vUPO7SLyR7
— ANI UP (@ANINewsUP) November 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">UP Cabinet decides to introduce an ordinance against unlawful religious conversions: State Cabinet Minister Siddharth Nath Singh pic.twitter.com/vUPO7SLyR7
— ANI UP (@ANINewsUP) November 24, 2020UP Cabinet decides to introduce an ordinance against unlawful religious conversions: State Cabinet Minister Siddharth Nath Singh pic.twitter.com/vUPO7SLyR7
— ANI UP (@ANINewsUP) November 24, 2020
મહિલાઓને ન્યાય અપાવવા આ જરૂરી છે
ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું, આજે ઉત્તરપ્રદેશ કેબિનેટ "ઉત્તરપ્રદેશ વિધિ વિરૂદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિષેધ ઓર્ડિનન્સ 2020" લઈને આવી છે, જે ઉત્તરપ્રદેશમાં કાયદા વ્યવસ્થા સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યય અપાવવા માટે આ જરૂરી છે.