નરગુંડી સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જતા એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ ટ્રેન અસ્માતમાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે. હાલ ઘટના સ્થળ પર બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ અકસ્માતને પગલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા હજુ સુધી ક્યા કારણોસર અકસ્માત સર્જાયો તેનું સાચુ કારણ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં ઘાયલ તમામ લોકોને સારવાર અર્થે SCB હોસ્પિટલ કટક ખાતે ખસેડાલ છે. જ્યાં તેમની સારવાર થઇ રહી છે.