તમને જણાવી દઇએ કે, અમૃતસર લોકસભા બેઠક પર નવજોત સિંહ સિદ્ધુ રોષ વ્યકત કરી ચુક્યા છે. તેઓ ઇચ્છતા હતા કે, તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુને ત્યાં ટિકીટ મળે,પરતું એવું થયું નહીં. આ બાબતે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મારા તથા નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે કોઇ મૌખિક વિવાદ નથી ચાલી રહ્યો. આ તેમની ઇચ્છા છે. જો કે, દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ હોય છે. પંજાબના મુખ્યપ્રધાને કહ્યું કે, હું તેમને બાળપણથી ઓળખું છું. મારા અને તેમના વચ્ચે કોઇ વિવાદ નથી, પરતું તે પોતે મુખ્યપ્રધાન બનવા માંગે છે.
પંજાબમાં મતદાન અગાઉ નવજોત કૌર સિદ્ધુએ મુખ્યપ્રધાન તથા પ્રદેશ નેતૃત્વના વિરૂદ્ધ મોર્ચો ચલાવ્યો છે. નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકીટ ના આપવા પર આરોપ લગાવી વિવાદ સર્જાયો છે. જો કે, આ મુદ્દા પર નવજોત સિંહ સિદ્ધુથી સવાલ કરતા તેમણે જવાબ આપ્યો કે, મારી પત્ની ક્યારે પણ જુઠ્ઠુ નથી બોલતી. તમને જણાવી દઇએ કે, અમૃતસરથી ટિકીટ ન મળતા નવજોત કૌરની તરફથી ચંદીગઢ ટિકીટની ડિમાન્ડ કરવામાં આવી હતી. પરંતુ બંને માંગોને માનવામાં ન આવી. તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, કેપ્ટન સાહબને લાગે છે કે મિસીસ સિદ્ધુ ચૂંટણી નથી જીતી શકતી.
આ બેઠક પર કોંગ્રેસ તરફથી ગુરજીત ઔજલા તથા ભાજપા તરફથી કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી મૈદાનમાં ઉતર્યા છે.