ETV Bharat / bharat

ભારતમાં 'કોરોના ઈફેક્ટ': ઘણા રાજ્યોમાં લોક ડાઉન, દેશમાં 400થી વધુ કોરોના પોઝિટિવ - coronavirus

વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાઇરસના 400થી વઘુ કેસ સામે આવ્યાં છે. ભારતમાં ઘણા રાજ્યોમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન, તેલગાંણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટણ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં 31 માર્ચ સુધી લોક ડાઉન છે. નાગાલેન્ડમાં રવિવાર મોડી રાત્રથી લોકડાઉન થયું છે. જ્યારે ગોવા સરકારે 31 માર્ચ સુધી પર્યટન સેવાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

lockdown
સમગ્ર
author img

By

Published : Mar 23, 2020, 11:09 AM IST

બિહાર

બિહારમાં 31 માર્ચ સુધી લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મુઝફ્ફરપુરના સદર સ્ટેશનમાં બધી દુકાનો બંધ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઇરસના કારણે રાજ્યમાં 144 કલમ લાગુ કરી છે. જેનાથી સાર્વજનિક સ્થાનો પર પાંચ કે, તેથી વધારે લોકો ભેગા ના થઇ શકે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં પરિવહન અને પ્રાઈવેટ સેવાઓ બંધ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના 60થી વધુ કેસ નોંધાય છે.

હરિયાણા

હરિયાણામાં કોરોના વાઇરસને લઇને 31 માર્ચ સુધી 7 જિલ્લાઓમાં લોકડાઉન છે. કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે હરિયાણા સરકારે રવિવારે 31 માર્ચ સુધી ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિત સાત જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે.

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. હરિયાણામાં કોરોનાના 8 કેસ સામે આવ્યાં છે.

હિમાચલ પ્રદેશ

કોરના વાઇરસના કારણે કાંગડા જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ સરકારે કોરોના વાઇરસના કારણે લોકડ ડાઉનની જાહેરાત કરી છે.

ગુજરાત

આગામી 25 તારીખ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ગાંધીનગરને લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના 23 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે એક વ્યકિતનું મોત થયું છે.

ઉત્તર પ્રદેશ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના કારણે 23 થી 25 માર્ચ સુધી ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે.

દિલ્હી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના વાઇરસના કારણે 31 માર્ચ સુધી લોક ડાઉનની જાહેરાત કરી હતી. દિલ્હીમાં કોરોના વાઇરસના 30 કેસ પોઝિટિવ છે.

નાગાલેન્ડ

નાગાલેન્ડમાં રવિવાર મોડી રાત્રથી લોકડાઉન થયું છે.

ગોવા

ગોવા સરકારે 31 માર્ચ સુધી પર્યટન સેવાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

શું-શું ખુલ્લુ રહેશે

લોક ડાઉન દરમિયાન દુધ, શાકભાદી, ખાધ પદાર્થ અને દવાઓની દુકાનો ખુલ્લી રહેશે અને હોસ્પિટલ રાબેતા મુજબ શરુ રહશે. આ સિવાય રાશનની દુકાનો પણ શરૂ રહેશે

સરકારે પેટ્રોલ પંપો અને ATMને જરુરિયાની શ્રેણીમાં રાખ્યાં છે. જેથી પેટ્રોલ અને ATMખુલ્લા રહેશે.

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીએ દિલ્હીની પાસે ગુરુગ્રામ અને માનેસરના કારખાનાઓમાં ઉત્પાદન પર રોક લગાવી છે.

દેશની સૌથી મોટી બાઈક બનાવતી કંપની હીરો મોટોકોર્પે કોરોના વાઇરસના કારણે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રેલવે

રેલવે મંત્રાલયે કોરોના ઈફેક્ટના કારણે 31 માર્ચ સુધી ટ્રેન સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.