ગાઝિયાબાદઃ ગાઝિયાબાદમાં પત્રકાર પર ગઈકાલે રાત્રે થયેલા હુમલા મામલે સીસીટીવી સામે આવ્યાં છે. સીસીટીવીમાં દેખાય છે કે, ગુંડાઓ પત્રકારની બાઈક રોકે છે. પત્રકાર સાથે તેની દિકરી હોય છે, જે ખુબ જ બુમો પાડે છે, પરંતુ ગુંડાઓને કોઈ દયા આવતી નથી અને પત્રકારને ગોળી મારી ફરાર થઈ જાય છે. આ અંગે પોલીસનો દાવો છે કે આ બનાવમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હાલ પત્રકારની હાલત ગંભીર છે. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ આઈસીયૂમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલે પત્રકારોમાં ખુબ જ ગુસ્સો જાવો મળી રહ્યો છે. ગાઝિયાબાદ મીડિયા એસોસિએશન પણ આ મામલે ડીઈઓને આવેદન આપવા જઈ રહી છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, પત્રકારે પોતાના પર જીવલેણ હુમલાની શંકા પહેલાથી જ વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે ધ્યાન નહોતુ આપ્યું. જેથી આ ગુંડાઓએ આ ઘટનાને અંજામ આપ્યો.
સીસીટીવીમાં દેખાય રહ્યું છે કે, ગુંડાઓને પોલીસનો અથવા કોઈ પણની બીક નથી. આ મામલે સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને માગ કરવામાં આવી રહી છે કે બેદરકાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવે.