મહારાષ્ટ્રમાં ચૂંટણીનું પરિણામ આવ્યાના એક અઠવાડીયા બાદ પણ નવી સરકાર બની શકી નથી, પરંતુ આ વિલંબ અભૂતપૂર્વ નથી અને તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂરી નહીં રહે.
રાજ્યમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મોટા ભાગની બેઠકો જીતનાર ગઠબંધ ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઇને માથાકુટ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવી શકે છે.
ભાજપ નેતા સુધીર મુણગંતીવારે શનિવારે કહ્યું કે, જો 7 નવેમ્બર સુધી કોઈ સરકાર નહીં બને, તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.
રાજ્યની 13મી વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બર પૂર્ણ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સૂચના રાજ્યપાલને મોકલવામાં આવી છે તથા 25 ઓક્ટોબરે નવી વિધાનસભાનું ગઠન કરી દેવામાં આવ્યું છે. તથા રાજ્યપાલ સભ્યોને શપથ લેવડાવવા માટે સત્ર બોલાવી શકે છે.
1999 અને 2004માં સરકાર બનાવવામાં 2 અઠવાડીયા કરતાં વધારે સમય વીતી ગયો હતો. કારણ કે, ત્યારે ચૂંટણી જીતનાર સહયોગી દળ કોંગ્રેસ અને રાકાંપા વચ્ચે સત્તા વહેંચણીમા સહમત નહોતા થતા.
1999માં કોંગ્રેસે શરદ પવારની નવનિર્મિત રાકાંપા સાથે મળી નવી સરકાર બનાવી હતી, પરંતુ આ પહેલાં મુખ્યપ્રધાન પદ અને મંત્રિઓને લઇને ઘણી માથાકુટ જોવા મળી હતી. તે સમયે કોંગ્રેસના વિલાસરાવને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આવી જ પરિસ્થિતિ 2004માં જોવા મળી હતી. ત્યારે રાંકાપાને વધારે બેઠક મળી હતી અને તેમણે મુખ્યપ્રધાન પદ માટે માગ કરી હતી. જોકે, આ મુખ્ય પદ કોંગ્રેસ પાસે જ રહ્યું હતું અને રાકાંપાને બે વધારાના મંત્રાલય આપવામાં આવ્યાં હતાં.